‘મધર & ચાઇલ્ડ કેર’ સેમિનારમાં નિષ્ણાતોના સૂચનો
માતા સ્વસ્થ તો તેનું બાળક સ્વસ્થ અને પરિવાર પણ સ્વસ્થ. મધર્સ ડે નિમિત્તે નવગુજરાત સમય દ્વારા ‘મધર એન્ડ ચાઇલ્ડ કેર’ સેમિનારમાં (જમણેથી) ડો. દર્શના ઠક્કર, ડો. આશિતા શાહ, ડો. શેફાલી દેસાઈ તથા સોહિની શાહ.
દુનિયાનો કોઈ પણ સંબંધ કોઈ પણ કારણ સર તૂટી કે અટકી શકે પણ માતા અને બાળકનો સંબંધ એવો છે, જે જીવનના અંત સુધી અકબંધ રહે છે, તેથી કહેવાય છે કે, માતા ક્યારેય સ્વર્ગસ્થ થતી નથી પણ સંતાનસ્થ થાય છે. જો કે, ભારત જેવા દેશમાં તો દરેક દિવસ માતાને નામે છે, છત્તાં પણ મધર્સ ડેને સામાન્ય રીતે પોતાની માતા માટેના સંદેશાઓ આપીને, માતા સાથે સંકળાયેલી વિવિધ પ્રવૃત્તિ કરીને ઉજવવામાં આવતો હોય છે. નવગુજરાત સમય દ્વારા ‘મધર એન્ડ ચાઇલ્ડ કેર’ સેમિનાર યોજીને મધર્સ ડેની અનોખી ઉજવણી કરવામાં આવી.
અમદાવાદ મેનેજમેન્ટ અસોસિએશન ખાતે યોજાયેલા આ સેમિનારમાં ચાર વક્તાઓ હતાં, સર્જન શેફાલી દેસાઈ, સ્ત્રીરોગ ચિકિત્સક ડૉ. દર્શના ઠક્કર, બાળરોગ નિષ્ણાત ડૉ. આશિતા શાહ અને ડાયેટિશિયન સોહિની શાહ. તેમણે બાળકોના સ્વાસ્થ્ય, સ્ત્રીઓના સ્વાસ્થ્યને લગતી વિવિધ સમસ્યાઓ અને માતા અને બાળક બંનેના ડાયેટ પ્લાન વિશે વાત કરી હતી. માતા એ પરિવારનો આધાર છે, જો માતા સ્વસ્થ તો તેનું બાળક સ્વસ્થ અને પરિવાર પર તંદુરસ્ત. પરિવારની કાળજીમાં માતા ઘણીવાર પોતાની જ કાળજી ભૂલી જાય છે ત્યારે પરિવારના જતન માટે માતા પોતાની જાતની પણ ખાસ કાળજી રાખે જે જરૂરી છે એવું મહત્વનું સૂચન સેમિનારમાં વ્યક્ત થયું હતું.
Source : http://epaper.navgujaratsamay.com/details/1694-6866-1.html