યિંતા ન કરો, કિશોરીઓમાં અનિયમિત માસિકચક્ર એક સામાન્ય બાબત છે

જે ઉંમરે માસિકસ્ત્રાવ શરૂ થાય તેને મેનાર્કી કહેવાય છે. શરૂઆતના મહિનાઓમાં નિયમિત કે નિશ્ચિત તારીખે માસિક આવે તે જરૂરી નથી.

ડો. દર્શના ઠક્કર ગાયનેકોલોજીસ્ટ

થોડાક દિવસો પહેલા સાંજે સાત વાગ્યા આસપાસ મારી હોસ્પિટલમાં ફોન આવ્યો. સામે છેડેથી એક પુખ્ત, રઘવાટભર્યો અવાજ અને અધીરાઈસભર alt147હેલ્લો!alt148 સાથે તાત્કાલિક એપોઈન્ટમેન્ટની વિનંતી. મેં પૂછ્યું, alt147શાને માટે મળવું છે/alt148 જવાબ હતો,‘‘ મારી દિકરીને લઈને આવવું છે.alt148 પછીના અઠવાડિયે મા-દીકરી મારી પાસે આવ્યા. તેર-ચૌદ વર્ષની રમતિયાળ દિકરી અને ચિંતીત મમ્મી!

એમણે લગભગ રડવા જેવા અવાજમાં વાત માંડી…. alt147ડોક્ટર, મને સમજાતું નથી શું કરવું. ચિંતાના કારણે મારી તો ઊંઘ ઊડી ગઈ છે. મારી ચિંતા એ છે કે દિકરીને માસિક (પિરીયડ) નિયમિત નથી અને એના સ્તનનો વિકાસ એની ઉંમરની અન્ય છોકરીઓ કરતાં ઓછો છે. એનું વજન પણ વધારે છે. આ બધી બાબતોને લીધે ભવિષ્યમાં કંઈ તકલીફ તો નહીં થાય ને/alt148 અહીં તકલીફનો અર્થ છે લગ્નજીવન અને પ્રેગનન્સીમાં મુશ્કેલી નહીં આવેને/

દિકરીની માને ચિંતા તો હોય જ ને! ખોળામાં રમતી દિકરી અચાનક મોટી થઈ લાગે અને પિરીયડ શરૂ થતાં થતાં શરમાળ બની જાય કે અકળાઈ જાય એ સ્થિતિ બધાં જ મા-બાપ માટે નવી અને જરાક જુદી હોય છે. આધુનિક સમયમાં માસિકચક્રની શરૂઆત વહેલી ઉંમરે થતી જોવા મળે છે. ઘણી કિશોરી અગિયાર-બાર વર્ષની હોય ત્યારે પિરીયડમાં થવા લાગે છે… કદાચ બદલાતા સમય અને જીવનશૈલીની આ અસર હોઈ શકે. જે ઉંમરે દિકરીને માસિકસ્ત્રાવ શરૂ થાય તેને મેનાર્કિ (MENARCHE) કહેવાય છે.

શરૂઆતના થોડાંક મહિનાઓ નિયમિત અર્થાત નિશ્ચિત તારીખે માસિક આવવું જરૂરી નથી. આ સમયગાળા દરમ્યાન ઓવરી એટલે કે અંડાશય જાણે કે પોતાનું કામ નિયમિત કરવાનું શીખે છે! વળી, યાદ રહે માસિકચક્ર સંદર્ભે, સ્ત્રીના શરીરનું કેલેન્ડર (જૈવિક) અને ભીંત પર લટકતું કેલેન્ડર સમાન હોવા જરૂરી નથી. એટલે કે તમે પ્લાનર કે કેલેન્ડરમાં ગત માસની તારીખે આવેલ પિરિયડ માટે નિશાની કરી હોય તે જ તારીખે આ મહિને માસિક આવે તેવું ન પણ બને, અને તે તદ્ન નોર્મલ કહેવાય. સામાન્ય રીતે ૨૬ થી ૩૫ દિવસનું માસિક ચક્ર નોર્મલ કહેવાય અને ૩ થી ૫ દિવસ ચાલતાં માસિક સ્ત્રાવ થકી ૬૦ થી ૧૦૦ મિલિ જેટલું લોહી વહી જાય. માસિકચક્ર નિયમિત ચાલે તે માટે મગજની નીચે રહેલ પીટ્યુટરી ગ્રંથિ હાયપોથેલેમસના સંદેશ અનુસાર કાર્ય કરે. પીટ્યુટરી જે સંદેશ રક્ત પરિભ્રમણ થકી હોર્મોન મોકલે, તેના આધારે ઓવરી કાર્ય કરે અને તેની અસર હેઠળ ગર્ભાશયની આંતરિક દીવાલ (એન્ડોમેટ્રીયમ) દર મહિને ખરે, નવી બને. આમ, HPOA (હાયપોથેલેમસ પીટ્યુટરી ઓવરીઅન એક્સીસ)ના નિયમિત કાર્યને પરિણામે માસિકચક્ર ચાલે. અર્થ એવો કે આ ધરીમાં ક્યાંય પણ વાંધો પડે તો માસિક અનિયમિત થાય! અને આ આખી ઘટના જટિલ છે, ખૂબ નાજુક પણ છે! તમને નવાઈ લાગશે કે માનસિક તણાવના કારણે પણ પિરીયડની તારીખ બદલાઈ શકે છે.

આપણે દિકરી-મમ્મીની વાત શરૂ કરી હતી. એમને પાછા મળી લઈએ! મમ્મીને મેં તારીખો પૂછી તો દિકરીને ક્યારેક ૨૦ દિવસે, ક્યારેક ૨ મહિને માસિક સ્ત્રાવ થાય છે. શરૂ થયા પછી ૨ થી ૬ દિવસ ચાલે છે અને ક્યારેક જ એને દુ:ખાવાની ફરિયાદ હોય છે. મમ્મીની ચિંતા છે… એને નિયમિત માસિક કેમ નથી આવતું/ અનિયમિત માસિકના કારણે તેને પ્રેગનન્સી રહેવામાં તકલીફ તો નહીં પડે ને/ સાયન્સ ગ્રેજ્યુએટ અને નોકરી કરતી ૩૫ વર્ષની આ મમ્મીની ચિંતાને દૂર કરવા મેં સચિત્ર સમજ આપી અને મેન્સ્ટ્રુઅલ ડાયરી આપી જેમાં તેમને દરેક માસિકચક્રની માહિતી-તારીખ, કેટલું ચાલ્યું/! કેટલું આવ્યું વગેરે નોંધી રાખવા સલાહ આપી.

આવી મૂંઝવણ ઘણી મમ્મીઓને હશે.. તો આ મમ્મીઓને વિનંતી કે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખી ચિંતામુક્ત બની જાઓ!

કેટલીક સાવચેતીશરૂઆતના વર્ષમાં માસિકચક્ર અનિયમિત હોય તે કોઈ ગંભીર સમસ્યા નથી. સાવચેતીરૂપે તબીબી સલાહ અનુસાર દિકરીની સોનોગ્રાફી કરાવીને ચકાસી લેવું કે અંડાશયમાં કોઈ તકલીફ તો નથી ને.માસિકસ્ત્રાવના દિવસો એક જ વ્યક્તિના દરેક માસિકચક્રમાં તેમજ જુદી-જુદી વ્યક્તિના માસિકચક્રમાં અલગ હોઈ શકે છે.માનસિક તણાવ, જીવનશૈલી, આહાર-કસરત વગેરે પરિબળોની માસિકચક્ર પર ઘણી અસર થઈ શકે છે. અનિયમિત માસિકચક્ર હોય તો પ્રેગનન્સી ના જ રહે કે તકલીફ પડે તેવું આવશ્યક નથી! પ્રેગનન્સી રહેવા માટે સ્ત્રી-પુરુષ બંનેના કારણો ચકાસવા પડે માટે અત્યારથી એની ચિંતા કરવી જરૂરી નથી!વજન વધારે હોય અને માસિક અનિયમિત હોય તો સોનોગ્રાફી ખાસ કરાવવી.મૂંઝવણના નિવારણ માટે તબીબી સલાહ લેવી હિતાવહ છે. ટીનએજ હેલ્થ વિષે સજાગ તબીબને મળવું લાભદાયી નીવડે.

 

Source : http://epaper.navgujaratsamay.com/details/568-7939-1.html

Author Info

Team Sarjan Healthcare